Std 10 Most Imp Science Question - 2021 | Std 10 Science Exam 2021 Most IMP Question 100/100
Ch1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો
- મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે?
- સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણને શા માટે સમતોલિત કરવા જોઈએ
- અસમતોલિત રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાના સોપાનો (સમીકરણ સમતોલિત કરવાના પ્રશ્નો પૂછાઇ શકે (સ્વા.6, 7, 8))
- પદાર્થ ‘X’નું દ્રાવણ ધોળવા(White Washing) માટે વપરાય છે. (i) પદાર્થ ‘X’નું નામ આપો અને તેનું સૂત્ર લખો. (ii) પદાર્થ ‘X’ની પાણી સાથેની પ્રક્રિયા લખો.(March 2020 board Question)
- વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી કોઈપણ બે પ્રક્રિયાના એક-એક ઉદાહરણ સમીકરણ સાથે લખો.
- સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? કોઈ એક રાસાયણિક સમીકરણ આપી સમજાવો.
- વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? કોઈ એક રાસાયણિક સમીકરણ આપી સમજાવો.
- જ્યારે કૉપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલી ડૂબાડવામાં આવે ત્યારે કૉપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે?
- ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ એટલે શું? ઉદાહરણ આપો. (સ્વા.9)
- શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે સમજાવો. (કારણ આપો. સ્વા.10)
- ઉષ્મીય વિઘટન ઉદાહરણ સાથે સમજાવો.
- એક ચળકતા કથ્થાઇ રંગના તત્ત્વ ‘X’ને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે. તત્ત્વ X તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો.
(a) લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ.
(b) તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે. શા માટે?
(c) ઉપર (a) અને (b)માં કઇ ઘટનાઓની વાત કરવામાં આવી છે?
Ch2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર
- દૈનિક જીવનમાં pHનું મહત્ત્વ સમજાવો.(પાચનતંત્રમાં pHનું મહત્ત્વ, જમીનમાં pHનું મહત્ત્વ)
- દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરીક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો. ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો.(March 2020 board Question)
- તટસ્થીકરણ એટલે શું ? તટસ્થીકરણ પ્રક્રિયા લખો.
- દુધવાળો અલ્પમાત્રામાં ખાવાનો સોડા તાજા દૂધમાં ઉમેરે છે.
i) તે દુધ થોડું આલ્કલાઈન શા માટે કરે છે? (Or તે તાજા દૂધની pHને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે?)
ii) આ દૂધમાંથી દહીં બનવામાં વાર કેમ લાગે છે?
- સોડિયમ કાર્બોનેટની મંદહાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવો.
- વૈજ્ઞાનિક કારણ આપો : કૉપરની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી હાઈડ્રોજન વાયુ મુક્ત થતો નથી. શા માટે દહીં અને ખાટાં પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ?
- આપેલ પ્રક્રિયા પૂર્ણ કરી સંતુલિત કરો.
- આપેલ પ્રક્રિયા પૂર્ણ કરી સંતુલિત કરો.
Fe + H2O à
i) સોડિયમ હાઇડ્રોકસાઇડની ઝીંક સાથેની પ્રક્રિયા
ii) હાઇડ્રોક્લોરિક ઍસિડની સોડિયમ કાર્બોનેટ સાથેની પ્રક્રિયા
- સૂચકનું કાર્ય જણાવો. ઘ્રાણેન્દ્રિય સૂચક કોને કહે છે?
- સાંદ્ર ઍસિડને મંદ કરતી વખતે શા માટે ઍસિડને પાણીમાં ઉમેરવાની, નહિ કે પાણીને ઍસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે?
- નીચેનાં પ્રશ્નોના જવાબ આપો.
a) જલિય HCLનું દ્રાવણ વિદ્યુતવાહક કેમ હોય છે?
b) જ્યારે ઍસિડના દ્રાવણને પાણી વડે મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનો [H3O+]ની સાંદ્રતાને કેવી અસર થાય છે?
c) કોની pH વધુ હશે? સાંદ્ર HCL કે મંદ HCL
d) મંદ HCLની NaHCO3 સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો.
- રસોડામાં તમારી મમ્મી કરકરા(ક્રિસ્પી) પકોડા કે કેકબનાવવા માટે કયું રસાયણ વાપરે છે? તેનું નામ લખી તેની બનાવટ રાસાયણિક સમીકરણ સાથેલખો. (બેકિંગ સોડાની બનાવટ અને ઉપયોગો)
- ધોવાના સોડાની ઉત્પાદન પદ્ધતિ, ઉપયોગો.
- વિરંજન પાઉડર(બ્લીચિંગ પાઉડર)નું સુત્ર લખી બનાવટ અને ઉપયોગો લખો.
- પ્લાસ્ટર ઑફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો. પ્લાસ્ટર ઑફ પેરિસના ઉપયોગો લખો.
Ch6 જૈવિક ક્રિયાઓ
- જીવન ટકાવી રાખવા માટે તમે કઇ ક્રિયાઓને જરૂરી ગણશો?
- પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા સવિસ્તર સમજાવો. (પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.)
- પોષણ એટલે શું? પોષણના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો.
- સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચેનો તફાવત આપો.
- પોષણ એટલે શું? અમીબામાં પોષણની કઈ પદ્ધતિ જોવા મળેછે તે જણાવી તે પદ્ધતિ આકૃતિ સહિત સમજૂતી આપો.
- મનુષ્યના પાચનતંત્રની રચના સમજાવો. (અલગ અલગ અંગ(જઠર, નાના આંતરડામાં..)માં થતી પાચન ક્રિયા પણ પૂછાઈ શકે) (મનુષ્યના પાચનતંત્રની સ્વચ્છ આકૃતિ દોરી નામનિર્દેશન કરો. પાચનઅંગો વિશે ટૂંકમાં માહિતી આપો./સિંહનું નાનું આંતરડું, હરણના નાનાં આંતરડા કરતાં લંબાઈમાં ટૂંકું હોય છે. વૈજ્ઞાનિક કારણ આપો.
/આપણા શરીરમાં
ચરબીનું પાચન કેવી રીતે થાય છે? આ પ્રક્રિયા ક્યાં થાય છે/?મનુષ્યના પાચનતંત્રના કોઈ પણ ચાર અવયવના નામ લખો.)
- જારક અને અજારક શ્વસન વચ્ચેનો તફાવત આપો.
- મનુષ્યના હૃદયની અંતઃસ્થ રચના દર્શાવતી નામનિર્દેશન આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો. આકૃતિ .
- લસિકા એટલે શું? લસિકા તંત્રનાં મહત્ત્વના કાર્યો લખો.
- જલવાહક અને અન્નવાહક પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે?
- મનુષ્યનું ઉત્સર્જનતંત્ર સમજાવો. (મનુષ્યના ઉત્સર્જનતંત્રના ચાર અવયવો વિશે ટૂંકમાં જાણકારી આપો.) ઉત્સર્જનતંત્રની આકૃતિ .
- મૂત્રપિંડનલિકાની રચના અને તેની ક્રિયાવિધિનું વર્ણન કરો.
- મૂત્રપિંડમાં મૂત્રનિર્માણની ક્રિયાનું વર્ણન કરો.
- ઉત્સર્ગ પદાર્થોથી છુટકારો મેળવવા માટે વનસ્પતિમાં કઈ રીતો કે પદ્ધતિઓનો ઉપયોગ થાય છે?
Ch7 નિયંત્રણ અને સંકલન
- ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ નામ-નિર્દેશન સાથે દોરો અને તેનાં કાર્યોનું વર્ણન કરો.
a) શ્રવણ, ઘ્રાણ અને દ્રષ્ટિ
b) રુધિરનું દબાણ, લાળરસનું ઝરવું, ઊલટી થવી.
c) શરીરની સમસ્થિતિ અને સંતુલન
- અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજના કાર્યો જણાવો.
- પરાવર્તી કમાન ઉદાહરણ સાથે સમજાવો.
- પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે?
- વનસ્પતિમાં પ્રકાશાવર્તન કેવી રીતે થાય છે?
- વનસ્પતિના અંતઃસ્ત્રાવોના નામ તેનાં કાર્યો લખો.
Ch10 પ્રકાશ-પરાવર્તન અને વક્રીભવન
- પ્રકાશનું પરાવર્તન એટલે શું? પ્રકાશના પરાવર્તનના નિયમો જણાવો.
i) વિધાર્થીએ ઉપયોગમાં લીધેલા લેન્સનો પ્રકાર જણાવો.
ii) આ ઘટનામાં મળતા પ્રતિબિંબનું સ્થાન જણાવો.
iii)આ ઘટનાની કિરણાકૃતિ દોરો.
- લેન્સ માટે નીચેનાં પદોની વ્યાખ્યા આપો.1)વક્રતાત્રિજ્યા 2)મુખ્ય અક્ષ 3)મુખ્ય કેન્દ્ર 4)કેન્દ્રલંબાઈ
ઉદા.10.1 / ઉદા.10.2 / ઉદા.10.3 / ઉદા.10.4
Ch12 વિદ્યુત
- વિદ્યુતપ્રવાહ એટલે શું? તેના એકમને વ્યાખ્યાયિત કરો. (વિદ્યુતપ્રવાહ કયા સાધન વડે માપી શકાય તે જણાવો.)
- વિદ્યુતસ્થિતિમાનની વ્યાખ્યા આપી તેનો SI એકમ જણાવો.
- પરિપથમાં વપરાતાં ઘટકોની સંજ્ઞા (કોષ્ટક 12.1)
- ઓહ્મનો નિયમ લખો. ઓહ્મનો નિયમ ચકાસવા માટેના પ્રયોગની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો. વિદ્યુત અવરોધનો SI એકમ લખી 1 ઓહ્મ અવરોધની વ્યાખ્યા લખો.
- વાહકનો અવરોધ કઇ બાબતો પર આધાર રાખે છે?
- અવરોધોનું સમાંતર અને શ્રેણી જોડાણ સમજાવી સમતુલ્ય અવરોધનું સૂત્ર સાથે તારવો.(અલગ અલગ પૂછાય તેમજ તફાવત પણ પૂછી શકે)
Ch14 ઊર્જાના સ્ત્રોતો
- પવન ઊર્જાની ચાર મર્યાદાઓ લખો.
a) સોલર પેનલમાં ઊર્જાનું કયું રૂપાંતરણ જોવા મળે છે?
b) એક (1) સોલર સેલમાંથી આશરે કેટલા W વિદ્યુત પાવર પેદા થાય છે?
c) સૌર ઊર્જા આધારિત સોલર પેનલની મર્યાદા જણાવો.
Ch15 આપણું પર્યાવરણ
- નિવસનતંત્રના ઘટકો સમજાવો.
- જૈવિક વિશાલન એટલે શું?
- પોષકસ્તરો એટલે શું? એક આહારશૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષકસ્તરો જણાવો.
- ઓઝોનસ્તર કેવી રીતે વિઘટન પામે છે? જણાવો.
- ઓઝોન એટલે શું? તે કોઈ નિવસનતંત્રને કઇ રીતે અસર પહોંચાડે છે?
- તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ પણ બે પદ્ધતિના નામ આપો. (થોડા સામાન્ય પગલાઓથી ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય છે – આ વિધાન સમજાવો.) (ઘર વપરાશના કચરાનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય?
- તફાવત આપો: જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો
- નકામા કચરાના પ્રકાર સમજાવો.
- આપણા પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીએ 8 ઑગસ્ટે ‘ગંદકીમુક્ત ભારત’ કાર્યક્રમની જાહેરાત કરી. આવા કાર્યક્રમો સફળ બનાવવા માટે તમે કચરાનું વ્યવસ્થાપન કેવી રીતે કરશો તે તમારા શબ્દોમાં લખો.
Comments
Post a Comment