Five Way Boost your immunity against the Coronavirus - COVID-19 (ઈમ્યુનિટી વધારવાના પાંચ ઉપાય અમે જણાવી રહ્યા છીએ.)
Five Way Boost your immunity against the Coronavirus -
COVID-19 (ઈમ્યુનિટી વધારવાના પાંચ ઉપાય અમે જણાવી રહ્યા છીએ.)
ડોક્ટરના જણાવ્યા મુજબ, જે લોકોની ઈમ્યુનિટી મજબૂત હોય તેમને કોરોના સંક્રમણ
લાગવાનો ઓછો ખતરો રહે છે. જ્યારે નબળી ઈમ્યુનિટી વાળા લોકો કોરોના સંક્રમિત થવાની
શક્યતા વધારે હોય છે.
કોરોના કાળમાં ઈમ્યુનિટી (રોગ પ્રતિકારક શક્તિ) ખૂબ
મહત્વ ભાગ ભજવે છે. ડોક્ટરના જણાવ્યા મુજબ, જે લોકોની ઈમ્યુનિટી મજબૂત હોય તેમને કોરોના સંક્રમણ લાગવાનો ઓછો
સંકટ રહે છે. જ્યારે નબળી
ઈમ્યુનિટી વાળા લોકો કોરોના સંક્રમિત થવાની શક્યતા વધારે હોય છે. ઈમ્યુનિટી વધારવાના પાંચ ઉપાય
અમે જણાવી રહ્યા છીએ.
1.
પૌષ્ટિક આહારઃ પૌષ્ટિક આહાર એ પેહલા થી આપણી જીવન શૈલીનો એક ભાગ છે. કોરોનાથી બચવા
પૌષ્ટિક આહાર લેવો ખૂબ જરૂરી છે. જમવામાં હડવો અને તાજો આહાર લેવો જરૂરી છે જમવામાં લીલા પાંદડાવાળી શાકભાજી લેવી, ફળ અને દૂધને જરૂર
સામેલ કરો. આ ઉપરાંત કોઈ ડાયેટિશીયનની સલાહ લઈને આહાર ચાર્ટ બનાવી તે પ્રમાણે ભોજન
લેવું.
યોગ કરોઃ યોગ ભગાવે રોગ એટલે કે યોગ કરવાથી શરીરને ઘણી મદદ કરે છે. આપણે જાણીએ યોગ કરનાર લોકો જલ્દી બીમાર પડતા નથી. યોગાસનમાં શરીરની માંસપેશીઓ હલનચલનની ક્રિયાઓ થાય છે સાથોસાથ
તણાવ દૂર કરવા માટેની પ્રક્રિયા પણ થાય છે,
જેથી થકાવટ દૂર થાય છે અને શરીર વધુ સ્ફૂર્તિલું બને છે. યોગ
શ્વાસ લેવાને પ્રક્રિયાનું નિયમન કરે છે અને ફેફસાંને મજબૂત કરે છે. ઉપરાંત
શરીરમાં વહેતા રક્તને શુદ્ધ કરે છે અને મનને પણ શુદ્ધ કરીને સંકલ્પશક્તિને
વધારે છે. યોગને કારણે રોગ સામે રક્ષણ મળે છે. શરીર નીરોગી અને સ્વસ્થ રહે છે.
યોગ કરવા માટે PDF BOOK ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો :- CLICK NOW
પૂરતી ઉંઘ લોઃ સ્વાસ્થ્ય નિષ્ણાતોના કહેવા મુજબ
આઠ કલાકની ઉંઘ લેવી જોઈએ. એક
સત્ય હકીકત છે કે એક દાદીમાં ૧૧૭ વર્ષ જીવન રોગ વગર વિતાવ્યું હતું તેમણે આ જીવન નું
કારણ પૂરતી ઉંઘ જણાવી હતી. (૮ કલાક) જે આપણા શરીર માટે
ફાયદાકારક છે. ઉંઘથી શરીરની માંસપેશીઓને આરામ મળે છે. જે શરીરની સિસ્ટમની સફાઈ તથા
સક્રિય રાખવાનું મહત્વપૂર્ણ કાર્ય છે. જે લોકોની નીંદર પૂરી ન થતી હોય તેમને
સામાન્ય રીતે સંક્રમિત તથા અન્ય બીમારીઓ થવાનો વધારે ખતરો હોય છે.
4.
હળદર અને તજનું સેવનઃ આયુર્વેદ માં વર્ષોથી હળદર અને તજનું મહત્વ રહેલું છે. ભોજનમાં હળદર અને તજના ઉપયોગ કરો. તેમાં રહેલા એન્ટીઓક્સિડેંટ ગુણો ન માત્ર આપણી ઈમ્યુનિટી વધારે છે પણ દરેક પ્રકારના વાયરલ તથા બેક્ટેરિયલ સંક્રમણથી પણ બચાવે છે.
5.
ગિલોય અને તુલસીઃ ઉનાળા ની ઋતુ માં આપણ ને શરીર બીમારી થતી હોય છે. તે
માટે ગિલોય અને તુલસી પણ ઈમ્યુનિટી વધારવાનું કામ કરે
છે. તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે. તેનું સેવન અનેક રીતે લાભદાયી છે.
ગિલોયને પાણીમાં ઉકાળીને પી શકાય છે. જ્યારે તુલસીનો ઉકાળો અનેક પ્રકારના ફાયદા
કરાવે છે.
Five Way Boost your immunity against the Coronavirus - COVID-19 (ઈમ્યુનિટી વધારવાના પાંચ ઉપાય અમે જણાવી રહ્યા છીએ.)
WHATSAPP NUMBER LINK :- અહીં કલીક કરો.
Comments
Post a Comment